Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

બેટીંગ ઓપ્શન્સ વધુ હોવાનો પ્રોબ્લેમ ટીમ ઈન્ડિયા માટે સારી વાત છે : કોહલી

નોર્થ સાઉન્ડ : વિરાટ કોહલીએ કહ્યું કે બેટીંગમાં કોને સિલેકટ કરવો અને કોને નહિં એવા પ્રોબ્લેમ્સ ટીમ ઈન્ડિયા માટે સારી વાત છે. છઠ્ઠા નંબરે હનુમા વિહારી અને રોહિત શર્મામાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં સિલેકટ કરવો એ ટીમ મેનેજમેન્ટ માટે મોટો પ્રશ્ન છે.

કોહલીએ કહ્યું હતું કે વિહારીએ સારો પર્ફોર્મન્સ કર્યો છે. રોહિત શર્માની કવોલીટી વિશે આપણને ખબર છે, તેણે પણ સારૂ પર્ફોર્મ કર્યુ છે. કોમ્બીનેશન અને કોણ બેસ્ટ બેલેન્સ આપી શકે છે એના પર બધુ નિર્ભર છે. મને આનંદ છે કે પ્લેયર્સ તકને ઝીલી રહ્યા છે. આ હેલ્ધી કોમ્પીટીશન ટીમ ઈન્ડિયા માટે સારી વાત છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ વિશે કહ્યું જયારે દરેક ટેસ્ટમાંથી પોઈન્ટ્સ મળવાના હોય ત્યારે મેચ વધુ મહત્વની અને કોમ્પીટીટીવ બને છે. ટેસ્ટ ચેમ્પિયનશીપથી ટેસ્ટ ક્રિકેટનું સ્ટાન્ડર્ડ વધશે.

(1:29 pm IST)