Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઉદઘાટન પહેલા જ વધુ બે ખેલાડીઓને કોરોનાઃ નેધરલેન્ડ અને ચેક રિપબ્લીકના એથ્લેટસ ઓલિમ્પિકમાંથી બહાર

નવી દિલ્હી : ઓલિમ્પિકમાં ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થવાનો સિલસિલો જારી, વધુ બે ખેલાડીઓને કોરોનાથી સંક્રમિત ટોક્યો ઓલિમ્પિકના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે પણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા સાથે જાપાનની રાજધાની પહોંચેલા ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થવાનો સિલસિલો જારી રહેવા પામ્યો છે. નેધરલેન્ડ અને ચેક રિપબ્લિકની ટીમની વધુ બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થઈ હોવાનું બહાર આવ્યું છે.

 ચેક રિપબ્લિકની બીચ વોલીબોલની કેલાડી માર્કેટા નેસ્ચ અને નેધરલેન્ડની ટેકવોન્ડો ખેલાડી રેશ્મી ઓગ્લીંકનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના કારણે તેઓ હવે રમ્યા વિના જ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયા છે. આ સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા આવ્યા પછી કોરોના પોઝિટીવ આવ્યા હોય તેવા ખેલાડીઓની સંખ્યા ૧૧ થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં ચેક રિપબ્લિકની ટીમના ત્રણ ખેલાડીઓ અને એક કોચને કોરોના થઈ ચૂક્યો છે. જ્યારે નેધરલેન્ડની સ્કેટબોર્ડની ખેલાડી સિન્ડી જેકબ્સ બાદ વધુ એક ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. નોંધપાત્ર છે કે, બંને ખેલાડીઓ ઓલિમ્પિક વિલેજમાં જ રહેતી હતી.

(3:51 pm IST)