Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કોરોનાના કારણે કોરીયા પછી આફિક્રન દેશ ગીની પણઓલમ્પીકમાંથી હટી ગયો

ટોકયો, તા., ર૩: ગીનીના ખેલમંત્રી સાનૌસીએ જણાવ્યું કે કોરોના કેસો ફરીથી વધવાના કારણે અમે ખુબ દુઃખ સાથે આ ઓલમ્પીકમાંથી હટી જવાનો ફેંસલો કર્યો છે. કોરોનાના નવા વેરીએન્ટના કારણે અમારી સરકાર પોતાના એથ્લીટસોના સ્વાસ્થ્ય માટે ખુંબ ચિંતીત છે. આ વચ્ચે ચેક ગણરાજય  અને નેધરલેન્ડના એક-એક એથ્લીટ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે.  બંન્નેને કોરોના પોઝીટીવ આવ્યા બાદ રમોત્સવમાંથી હટી જવા મજબુર થવું પડયું છે. ચેક ગણરાજયના કુલ ૩ એથ્લીટ અને એક કોચ ટોકયો પહોંચ્યા બાદ સંક્રમીત થયા હતા.

(3:49 pm IST)