Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પોરબંદરના ક્રિષ્ના મસાણીને નેશનલ વુમન એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં સિલ્વર મેડલ

પોરબંદર તા.૨૩ : ગોવા ખાતે તાજેતરમાં યોજાયેલ પ્રથમ નેશનલ વુમન એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં પોરબંદરની ક્રિષ્ના એન.મસાણીએ ૧૧૦ મી. હર્ડલ્સમાં ૨૮.૧ સેકન્ડ પુર્ણ કરી નેશનલ સ્તરે સિલ્વર મેડલ મેળવીને પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

નેશનલ વુમન એટલે ટીકસ સ્પર્ધામાં રાજયકક્ષાએ ૧૦૦ મી. હર્ડલ્સ બ્રાન્ઝ ૧૦૦ મી. રનીંગ ગોલ્ડ અને ગોળાફેંક એમ ત્રણ મેડલ ક્રિષ્નાબેને મેળવ્યા હતા. ક્રિષ્ના મસાણીને ગોવા ખાતે માસ્ટર એથ્લેટીકસ એશો. ઓફ ગુજરાતના વર્કીંગ પ્રેસીડન્ટ વજુભાઇ આર.પરમારના હસ્તે સિલ્વર મેડલ સ્મૃતિચિહન સાથે એનાયત કરાયા હતા. હવે પછી મલેશિયાના કુચીંગ સરવાક ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લઇ ગુજરાત રાજયનુ પ્રતિનિધિત્વ કરશે.

નેશનલ સ્તરે સિલ્વર મેડલ મેળવી મોખરાનું સ્થાન મેળવવા બદલ ગુજરાતના માસ્ટર એથ્લેટીકસ એશો.ના જનરલ સેક્રેટરી આઇ.યુ.સીડા અને વર્કીંગ પ્રેસીડન્ટ વજુભાઇ પરમાર અભિનંદન અને શુભેચ્છા આપી છે.

(11:25 am IST)