Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મોરબીના ર યુવાનોને જિલ્લા કક્ષાની પાવર લીફટીંગ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ

મોરબી તા.૨૩ : રાજકોટ ખાતે જીલ્લા કક્ષાની પાવર લીફટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના બે યુવાનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ તેમજ દ્વિતીય ક્રમ મેળવીને મોરબીનો ડંકો વગાડ્યો છે.

રાજકોટ ખાતે આયોજિત પાવર લીફટીંગ સ્પર્ધામાં મોરબીના કૃણાલ મેહતા ગોલ્ડ મેડલ અને હુસેન સંધી સિલ્વર મેડલ મેળવ્યો છે રાજકોટ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધામાં મોરબીના બંને યુવાનોએ ભાગ લીધો હતો મોરબીના કૃણાલ કલ્પેશભાઈ મેહતાએ તેના કોચ મયંક ઝાલા પાસે તાલીમ મેળવી રાજકોટ ખાતે ૬૬ કીલો કેટગરીની સ્પર્ધામા ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો છે જયારે મોરબી ના અન્ય એક યુવાન હુસેન ભીખુભાઈ સંધીએ કોચ મુકેશભાઈ પાસે તાલીમ મેળવી ૭૪ કીલો કેટગરીની સ્પર્ધામા દ્રીતિય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ જીત્યો છે.

(11:24 am IST)