Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

દક્ષિણ આફ્રિકાનો 199 રનથી પરાજય :શ્રીલંકાએ 2-0થી સિરીઝ જીતી :12 વર્ષ બાદ શ્રેણીમાં કબ્જો

બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ શ્રીલંકાએ 278 રનોથી જીતી હતી

 

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમેચમાં દક્ષિણ આફ્રિકાનો 199 રનથી પરાજય થયો હતો રંગના હેરાથની 6 વિકેટની મદદથી શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને બીજી ટેસ્ટમાં 199 રનોથી હરાવી શ્રેણી 2-0થી જીતી લીધી છે. 2006 બાદ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકાનો પ્રથમ વિજય છે. બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ શ્રીલંકાએ 278 રનોથી જીતી હતી.

  જીત માટે 490 રનોના મુશ્કેલીભર્યા લક્ષ્યનો પીછો કરી આફ્રિકન ટીમે ચોથા દિવસે બીજા દાવમાં 290 રન બનાવી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાએ 12 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. ત્યારબાદ શ્રીલંકાએ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ છે.

  દક્ષિણ આફ્રિકાએ સોમવારે પાંચ વિકેટના નુકસાને 139 રન બનાવી રમવાનુ શરૂ કર્યુ હતું. ટી ડે બ્રુઈન અને તેમ્બા બાવુમાએ શ્રીલંકન સ્પિનરોને લાંબી રાહ જોવડાઈ. સ્ટ્રાઈક રોટેટ કરી બાવુમાએ 63 રન બનાવ્યા. જે હેરાથના બોલ પર વિકેટની પાછળ કેચ આપી આઉટ થઇ ગયો. હેરાથે લંચ પહેલા વિકેટકીપર ક્વિંટન ડિ કૉકને એલબીડબ્લ્યુ કરી આઉટ કર્યો હતો.

    લંચ બાદ બ્રુઈને પોતાની પહેલી સદી બનાવી, જે શ્રેણીમાં કોઈ દક્ષિણ આફ્રિકન બેટ્સમેનની પ્રથમ સદી પણ છે. હેરાથે તેમણે 101ના સ્કોર પર આઉટ કરી દીધો. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 338, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 124 રન બનાવ્યા હતાં. અકિલા ધનંજયે પાંચ વિકટ ખેરવી હતી.

  શ્રીલંકાએ બીજો દાવ પાંચ વિકેટના નુકસાને 275 રન પર જાહેર કર્યો હતો. શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ ત્રણ દિવસની અંદર જીતી હતી. જેમાં દક્ષિણ આફ્રિકન ટીમ બીજી ઈનિંગમાં પોતાના ન્યૂનત્તમ સ્કોર 73 રન પર આઉટ થઇ ગઇ.

---- 

(12:05 am IST)