Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વર્લ્ડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશીપમાં ગુજ્જુ ગર્લની એન્ટ્રી

નવી દિલ્હી: અમદાવાદની આઠ વર્ષીય ગોલ્ફર પલ શિંગાલાએ અમેરિકામાં યોજાનારી વર્લ્ડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થઈને ઈતિહાસ રચી દીધો છે. હવે તારીખ બે થી ચાર ઓગસ્ટ દરમિયાન અમેરિકાના નોર્થ કારોલિનાના પીનેહુર્સ્ટમાં યોજાનારી જુનિયર વર્લ્ડ ગોલ્ફમાં પલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પલ વર્લ્ડ જુનિયર ગોલ્ફમાં ક્વોલિફાય થનારી ગુજરાતની સૌ પ્રથમ ખેલાડી બની ગઈ છે. જ્યારે તેની કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી છે.

 

ગુજરાતની પ્રતિભાશાળી ગોલ્ફર પલ શિંગાલા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં થી ૧૨ વર્ષના વયજૂથમાં ૫૦ દેશોના ,૫૦૦ જેટલા ખેલાડીઓ સાથે ભાગ લેશે.પલ શિંગાલા ગુરુગ્રામ ખાતે યુએસકિડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશીપથી ક્વોલિફાય થઈ હતી અને હવે તે વર્લ્ડ લેવલની ઈવેન્ટમાં પર્ફોમન્સ આપવાની તૈયારી કરી રહી છે.હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા જુનાગઢના વતની એવા શિંગાળા પરિવારની નાનકડી ખેલાડીએ આઇજીયુ ફિડેર ટુર - ૨૦૧૮માં નોંધપાત્ર દેખાવ કરતાં તેના એજ ગૂ્રપમાં મુંબઈ, પૂણે અને બરોડા ખાતે ટાઈટલ જીત્યા હતા અને તેના એજ ગૂ્રપમાં ટોપ ઓર્ડર ઓફ મેરિટ મેળવ્યું હતુ. વર્ષ ૨૦૧૭માં પણ તેણે બે ટાઈટલ્સ જીત્યા હતા. પલ અત્યાર સુધી લોકલ, ઝોનલ તેમજ નેશનલ્સમાં કુલ ૫૦થી વધુ ટાઈટલ જીતી ચૂકી છે.

(4:36 pm IST)