Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ટેસ્ટ સિરીઝ બાદ ખબર પડશે કોહલીનો કાઉન્ટીમાં ન રમવાનો નિર્ણય સાચો હતો કે ખોટો : એલેક સ્ટુઅર્ટ

વિરાટ કોહલી આઈપીએલ બાદ ગળામાં થયેલી ઈજાને કારણે સરે માટે કાઉન્ટીમાં નહોતો રમી શકયો, પરંતુ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને કાઉન્ટીના ક્રિકેટ - ડિરેકટર એલેક સ્ટુઅર્ટનું કહેવુ છે કે આરામને કારણે ભારતીય કેપ્ટનને કેટલી મદદ મળી એની ખબર ટેસ્ટ સીરીઝ બાદ ખબર પડશે. સ્ટુઅર્ટે કોહલીને આ કાઉન્ટી ક્રિકેટનો કોન્ટ્રેકટ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં તે મેં અને જૂન દરમિયાન ત્રણ - ચાર દિવસની મેચ રમવાનો હતો, પરંતુ આઈપીએલમાં ઈજા બાદ આરામ કરવાની સલાહ આપવામાં આવી હોવાથી કોહલી સરે માટે નહોતો રમી શકયો.

સ્ટુઅર્ટને પૂછવામાં આવ્યુ હતું કે કોહલીને કાઉન્ટીમાં ન રમવાને કારણે ટેસ્ટ મેચોમાં મદદ મળશે કે નહિં તો તેણે કહ્યું હતું કે વિરાટ ઈંગ્લેન્ડમાં બહુ ઓછી ટેસ્ટ રમ્યો છે. તેનો રેકોર્ડ પણ એટલો સારો નથી જેવો કે દુનિયાના અન્ય દેશોમાં છે એથી એ જ જવાબ આપી શકે કે આરામથી ફાયદો થયો કે નહિં. આપણે તો સિરીઝ પૂરી થતા જ જાણી શકીશું.

(4:11 pm IST)