Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મનિકા બત્રા સહિત ૭ ટેબલ ટેનિસ પ્લેયરોને એર ઈન્ડિયાએ ફલાઈટમાં ન આપી એન્ટ્રી

ભારતી સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને અન્ય ૬ ખેલાડીઓને એર ઈન્ડિયાએ પોતાની ફલાઈટમાં એન્ટ્રી આપવાની ના પાડી હતી. ટેબલ ટેનિસના ખેલાડીઓને મેલબર્ન જવાનું હતું. ભારતીય ટીમમાં કુલ ૧૭ ખેલાડીઓ સામેલ હતા જેમને વર્લ્ડ ટૂર ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભાગ લેવા માટે જવાનું હતું. આ સ્પર્ધા આજથી શરૂ થશે, પરંતુ એર ઈન્ડિયાની ફલાઈટમાં કુલ ૧૭ ખેલાડીઓ પૈકી માત્ર ૧૦ ખેલાડીઓ જ જઈ શકયા હતા. એર ઈન્ડિયાએ કહ્યુ હતું કે આ ફલાઈટ ઓવરબુકડ થઈ ગઈ છે.

(4:08 pm IST)