Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

બુમરાહ મેદાનમાં જુનું ટીશર્ટ પહેરીને પહોંચ્યોઃ એક ઓવર પણ નાખી દીધી હતી

સાઉથહેમ્પ્ટન : ગઇકાલે પાંચમા દિવસે જસપ્રીત બુમરાહ જૂનું ટી શર્ટ પહેરીને મેદાનમાં રમવા લાગ્યા. બાદ તાત્કાલીક મેદાન છોડીને ભાગવુ પડયુ હતું. તેણે એક ઓવર પણ ફેંકી લીધી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપની ફાઇનલ રમાઇ છે. આ મેચનો ચોથો દિવસ વરસાદમાં ધોવાઇ ગયો. પાંચમાં દિવસની ગેમ શરૂ થઇ. પહેલી ઓવર કરવા માટે બુમરાહને તક  આપવામાં આવી હતી, એ ફાઇનલ મેચ ટી શર્ટ પહેરવાનું ભૂલી ગયો હતો.

વાત જાણે એમ છે કે ગઇકાલે મેચ શરૂ થયો ત્યારે બુમરાહ ફાઇનલ મેચનું ખાસ ટી-શર્ટ પહરેીને નહી પણ જુનું ટી-શર્ટ પહેરીને મેદાનમાં આવ્યો હતો. આ ઘટના કેમેરામાં કેદ થતા તાત્કાલીક ડ્રેસીંગ રૂમમાં ટી-શર્ટ બદલવા માટે ભાગ્યો હતો. સોશિયલ મીડીયામાં આ ફોટો વાઇરલ થઇ રહ્યો છે.

(4:21 pm IST)