Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વિલિયમસન સૌથી વધુ રન બનાવવામાં સ્ટીફન ફ્લેમિંગને પાછળ રાખી દીધો

ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ રન ફટકારવામાં વિલિયમસને ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગને પાછળ રાખી દીધો છે. આ યાદીમાં રોસ ટેલર ૭,૫૧૭ રન સાથે ટોચ પર છે. જે પછી વિલિયમસનને સ્થાન મળ્યું છે. જ્યારે ફ્લેમિંગ ૭,૧૭૨ રન સાથે ત્રીજા ક્રમે ધકેલાયો છે. બ્રેન્ડન મેક્કુલમ ૬,૪૫૩ રન સાથે ચોથા ક્રમે છે. જ્યારે માર્ટિન ક્રો ૫,૪૪૪ રન સાથે પાંચમા સ્થાને છે.

(11:28 am IST)