Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

કેપ્ટન્સી માટે રાહુલ દ્રવિડને મળવી જોઈતી હતી એટલી ક્રેડિટ નહોતી આપવામાં આવીઃ ગૌતમ ગંભીર

મોસ્ટ અન્ડર-રેટેડ ક્રિકેટર અને મોસ્ટ અન્ડર રેટેડ લીડર છેઃ ટીમને જે રોલની જરૂર હતી તે તેણે ભજવ્યો છે

મુંબઈઃ ક્રિકેટના પંડિતો જયારે ઈન્ડિયાના સૌથી બેસ્ટ લીડર્સની વાત કરે છે ત્યારે કપિલ દેવ, એમ.એસ.ધોની અને સૌરવ ગાંગુલીનું નામ લેવામાં આવે છે. જો કે ગૌતમ ગંભીરનું કહેવું છે કે રાહુલ દ્રવિડને કેપ્ટન્સી માટે જોઈએ એટલી ક્રેડિટ ન હોતી આપવામાં આવી. ઈન્ડિયન ક્રિકેટ પર દ્રવિડની અસર વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે 'મેં મારૃં વન-ડે ડેબ્યુ સૌરવ ગાંગુલીની અન્ડર અને ટેસ્ટ ડેબ્યુ રાહુલ દ્રવિડની અન્ડર કર્યું હતું. એ ખૂબ જ દુઃખની વાત છે કે રાહુલ દ્રવિડને જોઈએ એટલી કેપ્ટન્સી માટે ક્રેડિટ આપવામાં નહોતી આવી. આપણે ફકત સૌરવ ગાંગુલી અને એમ.એસ.ધોની અને હવે વિરાટ કોહલી વિશે વાત કરીએ છીએ, પરંતુ આપણે દ્રવિડ વિશે વાત નથી કરતા. તે પણ ઈન્ડિયાનો ફેમસ કેપ્ટન હતો તથા મોસ્ટ અન્ડર- રેટેડ ક્રિકેટર અને મોસ્ટ અન્ડર- રેટેડ લીડર છે.'

ઈન્ડિયાને જેની જરૂર હોય એ રોલ રાહુલ દ્રવિડ ભજવતો હતો. જરૂર પડયે ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરતો અને જરૂર પડયે વન-ડેમાં વિકેટકીપિંગ પણ કરતો.

(3:05 pm IST)