Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ઓલિમ્પિક શૂટર બોબાનાનું ૩૧ વર્ષની ઉંમરે મૃત્યુ

વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ- સીલ્વર મેડલ વિજેતા છે

બેલગ્રેડઃ શૂટિંગમાં મલ્ટિપલ યુરોપિયન ચેમ્પિયન બોબાના મોમ્સિલોવિક વેલિકોવિકનું ૩૧વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન દ્વારા એની જાહેરાત કરવામાં આવી હતી.

તેણે ૨૦૧૨માં લંડનમાં અને ૨૦૧૬માં રિયો ડી. જોનેરોમાં યોજાયેલી ઓલિમ્પિકસ ગેમમાં ભાગ લીધો હતો, જેમાં તે સાતમા ક્રમે આવી હતી. વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં તે ગોલ્ડ અને સિલ્વર મેડલ વિનર છે. ૧૯૯૦ની ૨૫ જાન્યુઆરીએ જન્મેલી બોબાનાએ ૯ વર્ષની ઉંમરથી શૂટિંગની પ્રેકિટસ શરૂ કરી દીધી હતી.

(3:03 pm IST)