Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ચેમ્પિયન્સ ટ્રૉફી : ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાનને 4-0થી કચડ્યું

મેચની અંતિમ મિનિટોમાં ભારતે આક્રમકઃ રમત દેખાડી અંતર છ મિનિટમાં ત્રણ ગોલ ફટકાર્યા

બ્રેડા(નેધરલેન્ડ્સ): ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ટીમે વિજયી શરૂઆત કરી છે પ્રથમ મેચ જીતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરતી ભારતીય ટીમે તેના કટ્ટર હરિફ પાકિસ્તાનને 4-0થી કચડ્યું છે ભારત વતી રમનદીપ સિંહે, 17 વર્ષીય દિલપ્રીત સિંહ, મંદીપ સિંહ અને લલિત ઉપાધ્યાયે એક-એક ગોલ ફટકાર્યા હતા  પહેલા હાફમાં ભારતે માત્ર એક ગોલ કર્યો જ્યારે બીજા હાફમાં ત્રણ ગોલ ફટકાર્યા. મેચની અંતિમ મિનિટોમાં ભારતે આક્રમક રમત દેખાડતા માત્ર 6 મિનિટમાં 3 ગોલ કરી ત્રણ વખતની ચેમ્પિયન પાકિસ્તાની ટીમને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધીહતી 

  મેચના પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ થઈ શક્યો. બીજો હાફ પણ ગોલ વિના પૂરો થઈ જશે તેમ લાગતું હતું એવામાં રમનદીપ સિંહે ભારતીય ટીમ માટે પહેલો ગોલ કર્યો. તેણે ગોલ 25મી મિનિટે કર્યો. સિમરનજીત પાસેથી મળેલા સટીક પાસને રમનદીપે હિટ લગાવી બોલને ગોલ પોસ્ટમાં નાખી દીધો અને ભારતે પાકિસ્તાન પર 1-0ની સરસાઈ મેળવી લીધી.

હાફ ટાઈમ સુધી 0-1થી પાછળ રહ્યાં બાદ પાકિસ્તાને ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં બરાબરી કરવાનો પ્રયત્ન કર્યો પણ ભારતે આના પર રેફરલ માગ્યો અને નિર્ણય તેના પક્ષમાં આવ્યો જેથી પાકિસ્તાનનો ગોલ અસ્વીકાર્ય થઈ ગયો. પાકિસ્તાન ત્રીજા ક્વાર્ટરમાં પોતાનું આક્રમણ વધારી દીધું. એજાઝ અહમદે એક જોરદાર શૉટ લગાવ્યો જેને ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશે રોકી લીધો. એજાઝે ફરી એકવાર ગોલ કરવાનો પ્રયત્ન કર્યો જેને સુરેન્દર કુમારે નિષ્ફળ કરી દીધો.

   ભારત માટે હાફમાં વધુ એક ગોલ દિલપ્રીત સિંહે લગાવ્યો. 17 વર્ષીય યુવા ખેલાડીએ 54મી મિનિટમાં જબરદસ્ત હિટ ફટકારી, જે પાકિસ્તાનના ગોલકીપરને છકાવી પોસ્ટની જમણી બાજુએ લાગી. આમ, ભારત 2-0થી આગળ થઈ ગયું. મેચ ખતમ થવાની અણી પર હતી ત્યારે સંદીપ સિંહે 57મી મિનિટમાં ગોલ કર્યો અને લલિત ઉપાધ્યાયે 59મી મિનિટમાં ગોલ ફટકારી ભારતને 4-0ની લીડ અપાવી દીધીઈ .

  ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુનિયાની ટોચની 6 ટીમો રમે છે. વખતે ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીના, દુનિયાની નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા, બેલ્ઝિયમ, મેજબાન નેધરલેન્ડ્સ, ભારત અને પાકિસ્તાન ટૂર્નામેન્ટનો ભાગ છે. ભારતની આગામી મેચો આર્જેન્ટીના (24 જૂન), ઓસ્ટ્રલિયા (27 જૂન), બેલ્જિયમ (28 જૂન) અને નેધરલેન્ડ્સ (30 જૂન) સાથે થશે. પાકિસ્તાન 3 વખત (1978, 1980 અને 1994) ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે પણ દરેકવાર તે પોતાની ધરતી પર જીતી છે.

(12:00 am IST)