Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ફીફા વર્લ્ડ કપ 2018: હેજાર્ડ અને રોમેલૂ લુકાકૂએ બે -બે ગોલ ફટકાર્યા : બેલ્જિયમે ટ્યૂનીશિયાને આપ્યો 5-2થી પરાજય

બેલ્જિયમ રાઉન્ડ ઓફ-16માં પહોંચનારી પાંચમી ટીમ બની ગઈ

મોસ્કોઃ ફીફા વિશ્વ કપ 2018ના ગ્રુપ-જીના મેચમાં બેલ્જિયમે ટ્યૂનીશિયાને 5-2થી પરાજય આપ્યો હતો જીત સાથે બેલ્જિયમે રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી લીધી છે. બેલ્જિયમ તરફથી હેજાર્ડ અને રોમેલૂ લુકાકૂએ બે-બે ગોલ કર્યા હતા બાદમાં  21 વર્ષીય મિચી બાતસુઆઈએ 90મી મિનિટે એક ગોલ કર્યો હતો જ્યારે ટ્યૂનીશિયા તરફતી ડાયનલ બ્રોને પ્રથમ ગોલ કર્યો અને કેપ્ટન વહાબીએ અંતિમ ક્ષણોમાં ગોલ કર્યો હતો .

 રોમેલૂ લુકાકૂએ હાફ ટાઇમની થોડી મિનિટો પહેલા ગોલ કરીને બેલ્જિયમને ટ્યૂનિશિયા વિરુદ્ધ 3-1ની લીડ અપાવી હતી. વિશ્વકપમાં તેનો ચોથો ગોલ હતો. હવે તે વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સાથે સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

થોમસ મ્યનિરના બોલને ડિફેન્સને માત આપતા આગળ વધાર્યો અને લુકાકૂએ ઓફ સાઇડ ટ્રૈપને ચોંકાવતા બોલને ગોલકીપર ફારૂક બેન મુસ્તફાના ઉપરથી ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો.હતો 

પહેલા એડન હેજાર્ડે ગોલ કરીને બેલ્જિયમનું ખાતું ખોલ્યું અને પછી લુકાકૂએ સ્કોર 2-0 પર પહોંચાડી દીધો. ટ્યૂનીશિયા તરફથી ડાયલન બ્રૂને ફ્રી-કિકની ગોલ કરીને અંતરને ઓછુ કર્યું.હતું 

 

(11:40 pm IST)