Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો ફેડરરે

નવી દિલ્હી: ૧૦મી વખત ટાઈટલ જીતવા તરફ આગળ વધી રહેલા સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરે ઓસ્ટ્રેલિયાના એબ્ડેનને ૭-૬ (૭-૨), ૭-૫થી હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે તેની ટક્કર અમેરિકાના ખેલાડી ડેનિસ કુલ્ડા સામે થશે. અમેરિકન ખેલાડીએ જાપાનના સુગીતાની આગેકૂચને ૬-૨, ૭-૫થી ક્વાર્ટર ફાઈનલમાં અટકાવી હતી. ચોથો સીડ ધરાવતા સ્પેનના એગ્યુટે રશિયાના ખાચાનોવ સામે ૬-૩, ૬-૭ (૩-૭), ૬-૩થી જીત મેળવી હતી. હવે સેમિ ફાઈનલમાં તે સેપ્પી કે કોરિક સામે ટકરાશે.

(4:45 pm IST)