Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અંડર-૧૩ નેશનલ ચેસમાં ગુજરાતની ધ્યાના પટેલે જીત મેળવી રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: રાજપથ કલબ ખાતે રમાયેલી અંડર-૧૩ નેશનલ ચેસમાં ગુજરાતની ધ્યાના પટેલે ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયનશીપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તે અંડર-૧૩ ચેસની ગર્લ્સ કેટેગરીમાં નેશનલ ચેમ્પિયન બનનારી ગુજરાતની પ્રથમ ખેલાડી બની ગઈ છે. ધ્યાનાએ ૯.૫ પોઈન્ટ્સ સાથે ટાઈટલ મેળવ્યું હતુ. જ્યારે બોઈઝમાં દિલ્હીનો આર્યન વર્ષનેય ચેમ્પિયન બન્યો હતો. ગુજરાતની વિશ્વા વાસનાવાલા ૮ પોઈન્ટ સાથે સાતમા ક્રમે રહી હતી. ઈનામ વિતરણ સમારંભમાં સ્ટેટ ચેસના પ્રમુખ અજય પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ તેમજ વાઈસ પ્રેસિડેન્ટ મયુર પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:43 pm IST)