Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ગરીબીને કારણે લુકાકુએ લીધો ફૂટબોલર બનવાનો નિર્ણય

બેલ્જિયમની ટીમના સ્ટ્રાઈકર રોમેલુ લુકાકુએ બે ગોલ કરીને શાનદાર દેખાવ કર્યો છે પણ તેનું બાળપણ એકદમ ગરીબીમાં વિત્યુ છે. તેણે ગરીબીમાંથી બહાર નીકળવા માટે ફૂટબોલર બનવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું હતું કે મારા પપ્પા પણ ફૂટબોલર હતા પણ તેમના કરીઅરના અંતિમ પડાવમાં તેમના તમામ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. આથી પરીવારને ગરીબીમાંથી બહાર લાવવા માટે મેં ફૂટબોલર બનવાનો નિર્ણય લીધો હતો.

(1:57 pm IST)