Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ઉમરાન, હાર્ર્દિક, કાર્તિકને આઇપીએલ ફળીઃ પુજારાને કાઉન્‍ટીની કમાલથી થયો ખૂબ ફાયદો

ટી-૨૦માં અર્શદીપસિંહ અને દીપક હુડાની પણ એન્‍ટ્રીઃ ટેસ્‍ટમાં નવોદીત વિકેટકીપર એસ.ભરત અને પ્રસિદ્ધ ક્રિષ્‍નાને પણ સ્‍થાન

નવી દિલ્‍હીઃ આઇપીએલની ૧૫માી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ૧૩ મેચમાં  ૨૧ વિકેટ લેનાર ભારતના ફાસ્‍ટેસ્‍ટ બોલર ઉમરાન મલિકનો સાઉથ આફ્રિકા સામેની ઉમરાન મલિકનલો સાઉથ આફ્રિકા સામેની આગામી ટીમમાં પાંચ મેચવાળી ટી૨૦ સિરીઝ માટેની ટીમમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે.  નવી ટીમ ગુજરાત ટાઇટન્‍સને પોતાની લાજવાબ કેપ્‍ટન્‍સીથી  પ્‍લે-ઓફમાં પહોંચનાર હાર્દિક પંડયાને પણ ૯ જુને ભારતમાં શરૂ થનારી આ શ્રેણી માટેની ટીમમાં સ્‍થાન મળશે એવી પાકી ધારણા હતી અને એ મુજબ થયુ છે. હાર્દિકને પણ સિેલકટરોએ આ ટીમમાં સમાવ્‍યો છે.

કે.એલ.રાહુલ ૧૮ પ્‍લેયર્સની આ ટી૨૦ ટીમનો કેપ્‍ટન અને રિષંભ પંત વાઇસ-કેપ્‍ટન છે. જોકે ઇંગ્‍લેન્‍ડ સામેની ટેસ્‍ટ ટીમમાં રોહિત શર્મા કેપ્‍ટન અને રાહુલ વાઇસ-કેપ્‍ટન છે.

 ર્કાર્તિકને ત્રણ વર્ષે તેડું

વિકેટકીપર દિનેશ કાર્તિક આઇપીએલનો સેન્‍સેશનલ મેચ-ફિનિશર સાબિત થયો છે. અને તેને પણ ભારતની ટી૨૦ ટીમમાં સ્‍થાન મળ્‍યું છે. કાર્તિક ભારત વતી છેલ્લે ૨૦૧૯મા ટી૨૦માં તથા વન-ડેમાં રમ્‍યો હતોં.

ઉમરાન મલિક

જમ્‍મુના પેસ સેન્‍સેશનલ ઉમરાને  આઇપીએલનો આ સીઝનમાં સતતપણે કલાકે ૯૫ માઇલની ઝડપે બોલ ફેંકયા હતા. તેના ઉપરાંત પંજાબના સ્‍પેશ્‍યલિસ્‍ટ અર્શદીપ સિંહને પણ પહેલી વાર ટીમ ઇન્‍ડિયામાં પ્રવેશ મળ્‍યો છે.

રોહિતની ટીમ ૧૫ જૂને જશે

રોહિત, કોહલી, બુમરાહ, આર. અશ્વિન અને રવીન્‍દ્ર જાડેજા ૧૫ જુને ઇંગ્‍લેન્‍ડ જશે જયાં ૧થી ૫ જુલાઇ દરમ્‍યાન ઇંગલેન્‍ડ સામે બાકી રહેલી એકમાત્ર ટેસ્‍ટ રમાવાની છે. જોકે જાડેજા ઉપરાંત દીપક ચાહર અને સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્‍ત હોવાથી ટી૨૦ ટીમમાં સામેલ નથી. ઇજાગ્રસ્‍ત અજિંકય રહાણેને પણ બેમાંથી કોઇ ટીમમાં સમાવેશ નથી. ચેતેશ્વર પુજારાએ તાજેતરમૉ બ્રિટનની કાઉન્‍ટી ક્રિકેટમાં ખૂબ જ સારું પફોર્મ કર્યુ એ બદલ તેને આ ટેસ્‍ટ  માટેની ટીમમાં  સમાવીને સિલેકટરોએ તેને કમબેકનો મોકો આપ્‍યો છે. મયંક અગરવાલ અને પ્રિયાંક પૅચાલને ફરી ટીમમાં નથી સમાવાયા.

 કઇ ટીમમાં કોણ-કોણ?

સાઉથ આફ્રિકા સામેની ભારતીય ટીર૦ ટીમઃકે.એલ. રાહુલ(કેપ્‍ટન), રિષભ પંત (વાઇસ-કેપ્‍ટન) ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, હાર્દિક પંડયા, વેન્‍કટેશ ઐયર, યુઝવેન્‍દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, રવિ, બિશ્નોઇ, અક્ષૅર પટેલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક

ઇંગ્‍લેન્‍ડ સામેની ભારતીય ટેસ્‍ટ ટીમઃ રોહિત શર્મા(કેપ્‍ટન), કે.એલ.રાહુલ (વાઇસ-કેપ્‍ટન), રિષભપંત (વિકેટકીપર), કે.એસ.ભરત(વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ, કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, રવીન્‍દ્ર જાડેજા,  આર અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્‍મદ શર્મા, જસપ્રીત  બુમરાહ, મોહમ્‍મદ સિરાજ , ઉૈમેશ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્‍ના.

(4:03 pm IST)