Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

IPL -2018 :એલિમેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે કોલકાતાનો 25 રને વિજય :હવે હૈદરાબાદ સામે ટક્કર

 

કોલકત્તાઃ આઈપીએલ 11ના એલિમિનેટર મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 25 રનથી હરાવીને નોકઆઉટ કરી દીધું છે. હવે કોલકત્તા નાઇટ રાઇડર્સનો આગામી મેચ ક્વોલિફાયર-2માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 25 મેએ મેદાનમાં રમાશે

  કોલકત્તાના ઐતિહાસિક ગાર્ડનમાં રમાયેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં કોલકત્તાએ 25 રનથી વિજય થતા રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે આઇપીએલમાંથી બહાર નીકળ્યું છે. આગામી મેચમાં કોલકત્તા અને હેદરાબાદ ફાઇનલમાં  જવા માટે ટક્કરાશે.

કોલકત્તાએ આપેલા 170 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલા રાજસ્થાનના ખેલાડીઓ લક્ષ્યાંકને હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આમ કોલકત્તાના હાથે 25 રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 20 ઓવરના અંતે રાજસ્થાને 144 રન બનાવ્યા છે. આટલા રન બનાવવા માટે રાજસ્થાનને 4 વિકેટનું નુકાસન પણ વેઠવું પડ્યું હતું.

રાજસ્થાન સામે જીત મેળવ્યા બાદ કોલકત્તા ક્વોલિફાયરના બીજા રાઉડમાં પહોંચ્યું છે જ્યા તેની ટક્કર હૈદરાબાદથી થશે. મેચમાં જે ટીમ જીતશે તે રવિવારે થનારી ફાઇનલ મેચમાં ચેન્નાઇ સામે ટકરાશે.

(11:16 pm IST)