Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ફ્રેન્ચ ઓપનમાં બિનક્રમાંકિત ખેલાડી તરીકે રમશે સેરેના વિલિયમ્સ

નવી દિલ્હી: ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ માતા બની હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી પ્રોફેશનલ ટેનિસ જગતથી દૂર હતી, જેના કારણે તેની રેન્કિંગમાં પડતી થઈ છે. કારણે ૨૭મી  મે થી  શરૃ થઈ રહેલી સિઝનની બીજી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ - ફ્રેન્ચ ઓપનમાં તેને બિનક્રમાંકિત ખેલાડી તરીકે રમવું પડશે. ટેનિસની એલિટ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં ખેલાડીઓને તેમના રેન્કના આધારે સિડિંગ  (એક પ્રકારનો ક્રમ) આપવામાં આવે છે. ફ્રેન્ચ ટેનિસ ફેડરેશને જાહેરાત કરી હતી કે, વખતે પણ તેઓ ડબલ્યુટીએ રેન્કિંગના આધારે પોતાના સિડીંગ નક્કી કરશે. સેરેનાએ સપ્ટેમ્બરમાં પુત્રીને જન્મ આપ્યો હતો અને તે માતા બન્યા બાદ પહેલી મેજર ચેમ્પિયનશીપમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે.

(4:53 pm IST)