Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ઘૂંટણમાં ઇજાના લીધે આર્જેટીનાનો ગોલકીપર રોમેરો વિશ્વ કપમાંથી બહાર

નવી દિલ્હી: આર્જેટીના વિશ્વ કપની તૈયારીઓને જાણે ઝટકો લાગ્યો છે.જયારે તેના ગોલકીપર સર્જીયો રોમેરોને ઘૂંટણમાં ઇજાના લીધે વિશ્વ કપમાંથી બહાર જવું પડ્યું છે. મૅન્ચેસ્ટર યુનાઇટેડના ગોલકીપર પ્રેક્ટિસ દરમિયાન જમણા પગના ઘૂંટણમાં ઇજા પહોંચી હતી.આર્જેટીના માટે રોમેરોએ 83 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ગોલકીપર છે 2010 ને 2014નો વિશ્વ કપ પણ રોમેરોએ રમ્યો છે.

(4:53 pm IST)