Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન તરીકે હેરી કેનની નિમણુક

નવી દિલ્હી: આગામી ૧૪ જુનથી રશિયામાં શરૃ થઈ રહેલી વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન તરીકે હેરી કેનની નિમણુક થઈ છે. ઈંગ્લેન્ડના કોચ સાઉથગેટે ટ્વિટર પર વીડિયો કરીને કહ્યું હતું કે ટોટેનહામનો કેન અદ્ભુત નેતૃત્વ લાયકાતો ધરાવે છે. ઈંગ્લેન્ડનો નિયમિત કેપ્ટન વેન રૃની રહ્યો પણ તે પછી આંતરરાષ્ટ્રીય મેચોમાં ઈંગ્લેન્ડના કોઈ સ્થાયી કેપ્ટન નહોત બની શક્યો. કેને ટોટેનહામ વતી રમતા છેલ્લી સિઝનમાં ૩૦ પ્રિમિયર લીગ ગોલ કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ૨૩ મેચો રમીને તેણે ૧૨ ગોલ કર્યા છે. કેન ઈંગ્લેન્ડની વર્લ્ડકપ ક્વૉલિફાયરમાં કેપ્ટન રહી ચૂક્યો છે. તેઓ સ્કોટલેન્ડ સામે રમ્યા હતા. ઈંગ્લેન્ડ તેના ગુ્રપમાં પ્રમાણમાં આસાન મુકાબલા અનુક્રમે ટયુનિસિયા, પાનામા અને બેલ્જીયમ સામે રમશે. લિવરપુલના કેપ્ટન જોર્ડન હેન્ડરસન અને ચેલસીના ગેરી કાહિલના અનુભવનો હેરી કેનને ફાયદો મળશે. ઈંગ્લેન્ડે તેના વર્લ્ડકપ ફૂટબોલ ઈતિહાસની ત્રીજા નંબરની સૌથી યુવા ટીમ જાહેર કરી છે. જે તમામ ખેલાડીઓની સરેરાશ વય ૨૬ વર્ષ છે.

 

 

(4:53 pm IST)