Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

બેડમિન્ટનમાં ભારતને પછડાટઃ ચીન સામે ૦-૫થી હાર્યુ

ચીન સામે ૦-૫થી હારીને ભારતની બેડમિન્ટન ટીમ થોમસ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. વર્લ્ડ નં.૯ રેન્કીંગ પ્લેયર પ્રણય, ડબલ્સમાં અર્જુન એમ.આર, શ્લોક રામચંદ્રનની જોડી, સિંગલ્સમાં યુકી પાંભરી, ડબલ્સમાં અરૂણ જોર્જ અને સંયમ શુકલા એમ તમામ ખેલાડીઓનો પરાજય થયો હતો. ભારતે પ્રથમ ફ્રાન્સ સામે ૧-૪થી બાદ ઓસ્ટ્રેલિયાને ૫-૦થી હરાવ્યા હતા. ગ્રુપ-એમાં ચીન અને ફ્રાન્સ કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે.

(3:52 pm IST)