Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચીનમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં બજરંગ પૂનિયાએ ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો

બજરંગ પૂનિયાએ કઝાકિસ્તાનના સયતબેક ઓકાસોવને 12-7થી હરાવીને ગોલ્ડ જીત્યો

ચીનના શિયાનમાં ચાલી રહેલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપામાં દુનિયાના નંબર વન પહેલવાન બજરંગ પૂનિયાએ ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 65 કિલો વર્ગમાં બજરંગ પૂનિયાએ કઝાકિસ્તાનના સયતબેક ઓકાસોવને 12-7થી હરાવીને ગોલ્ડ જીત્યો છે.

શરુઆતની રમતમાં બજરંગ કઝાકિસ્તાનના પહેલવાનથી 2-5થી પાછળ રહ્યા હતા, પરંતુ જબરજસ્ત પ્રદર્શન કરતા તેઓ મેચમાં પરત ફર્યા અને 12-7થી જીત મેળવી હતી.

બજરંગે પહેલા રાઉન્ડમાં શ્રીલંકાના ફર્નાન્ડોને 10-0 અને ક્વાર્ટર ફાઇનલમાં ઇરાની પહેલવાન પેઇમેન બિયાકાગા બિયાબાનીને 6-0થી હરાવ્યા હતા. આ પછી ભારતીય સ્ટાર પહેલવાને ઉઝ્બેકિસ્તાનના સિરોજિદિન ખાસાવોનને 12-1થી મોત આપી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

(7:50 pm IST)