Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બ્રાઝીલીયન ગોલકિપર સિઝરે 38વર્ષની વયે ફૂટબોલ જગતમાંથી નિવૃત્તિ લીધી

નવી દિલ્હી :બ્રાઝિલીયન ગોલકિપર જુલિયો સિઝરે ૩૮ વર્ષની ઉંમરે ફૂટબોલ જગતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. સિઝર ફ્લેમિંગો કલબ તરફથી કારકિર્દીની આખરી મેચ રમ્યો હતો. બ્રાઝિલ ઉપરાંત સિઝર કલબ ફૂટબોલમાં ઈન્ટર મિલાન અને બેન્ફિકા જેવી કલબો તરફથી રમી ચૂક્યો હતો. તેણે તેની કારકિર્દી ફ્લેમિંગો કલબથી જ શરૃ કરી હતી અને કારકિર્દીની આખરી મેચ પણ તે જ કલબ તરફથી રમી હતી. સિઝરે તેની કારકિર્દીમાં ઈટાલીયન ફૂટબોલમાં પાંચ ટાઈટલ્સ જીત્યા હતા, જેમાં ૨૦૧૦ની ચેમ્પિયન્સ લીગ પણ સામેલ હતી. જ્યારે બેન્ફિકા તરપથી તેણે ત્રણ પોર્ટુગીઝ ટાઈટલ્સ મેળવ્યા હતા. તે ૨૦૦૪માં કોપા અમેરિકા કપ જીતનારી બ્રાઝિલીયન ટીમમાં સામેલ હતો.

 

 

(6:24 pm IST)