Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટલ ટિકિટ બહાર પાડવામાં આવી

નવી દિલ્હી:હાલમાં ભારતીય મહિલા ખેલ ક્ષેત્રે પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં મહિલા ક્રિકેટનું મહત્વ વધી રહ્યું છે. ગત્ત વર્ષે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યારથી ભારતીય મહિલા ટીમનું કદ ઝડપથી વધી રહ્યું છે. આ વિશ્વકપની ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો, પરંતુ મહિલા ટીમે તેના પ્રદર્શનથી તમામના દિલ જીતી લીધા હતા.

આ વાતને જોતાં સરકાર તરફથી પણ મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે અને મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે. મહિલા ક્રિકેટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર ભારતીય મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના સન્માનમાં પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી. ICC ક્રિકેટની વેબસાઇટ અનુસાર, કોલકત્તા સ્પોર્ટસ જર્નાલિસ્ટ ક્લબમાં આયોજીત એક સન્માન સમારોહમાં ઝુલનના નામની પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી છે.

(6:23 pm IST)