Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અત્ર તત્ર સર્વત્ર બોલ્ટના શાનદાર કેચની ચર્ચા

ન્યુ ઝીલેન્ડના બોલર ટ્રેન્ટ બોલ્ટે બેન્ગલોર અને દિલ્હી વચ્ચેની મેચમાં એક એવો અદ્ભૂત કેચ પકડયો જેને કેટલાક લોકો અત્યારથી જ કેચ ઓફ ધ સીઝન કહેવા માંડ્યા છે. બેન્ગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ હર્ષલ પટેલના ફુલટોચ બોલમાં બેકવર્ડ સ્કવેર લેગ પર શોટ ફટકાર્યો હતો. ત્યારે એવું લાગ્યું હતું કે બોલ ટ્રેન્ટ બોલ્ટના માથા પરથી નીકળી જશે, પરંતુ બોલ્ટે હવામાં છલાંગ મારીને બોલ પકડયો હતો. બોલ પકડયા બાદ તે નીચે પડયો ત્યારે તેનો ચહેરો બાઉન્ડરી તરફ હતો અને બાઉન્ડરીથી થોડો જ દૂર હતો છતાં બોલ્ટે જાતને સંભાળી લીધી હતી. ખુદ કોહલીએ મેચ જીત્યા બાદ કહ્યું હતું કે 'મને બોલ્ટને આવો કેચ પકડતો જોઈને સારું લાગ્યું. આવા કેચમાં આઉટ થયાનું દુઃખ મને જરાય નહોતું થયું.'

(3:48 pm IST)