Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પાકિસ્તાનના બોલર હસનઅલીએ કરી વાઘા બોર્ડર પર વિચિત્ર હરકત

ભારતીય સૈનિકો તરફ જોઈને કરેલી ભડકાવનારી ચેષ્ટા સામે બોર્ડર સિકયોરિટી ફોર્સે ઉઠાવ્યો વાંધો

વાઘા બોર્ડર પાસે ભારત અને પાકિસ્તાનના સૈનિકો દરરોજ ધ્વજારોહણ અને ધ્વજ ઉતારવાની સેરેમની કરે છે એને જોવા મોટી સંખ્યામાં ભારત- પાકિસ્તાનના લોકો જાય છે. જોકે શનિવારે પાકિસ્તાનના બોલર હસન અલીએ આવી જ એક ધ્વજ ઉતારવાની સેરેમની દરમ્યાન ભારતીય સૈનિકો તરફ જોઈને વિકેટ લઈને જે રીતે ઉજવણી કરતો હોય એ રીતે ઉજવણી કરી હતી. એના વાઈરલ થયેલા વિડિયોમાં શરૂઆતમાં તો તે પાકિસ્તાનના સૈનિકની નકલ કરે છે, પરંતુ ત્યાર બાદ તેણે કરેલી ભડકાવનારી ચેષ્ટા સામે ભારતીય  સિકયોરિટી ફોર્સે વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે આવા સામારોહ દરમ્યાન નાગરિકોને કોઈપણ પ્રકારની હરકત કરવાની ના પાડવામાં આવે છે. પાકિસ્તાનના સૈનિકોએ આ ક્રિકેટરને રોકવો જોઈતો હતો.

દરમ્યાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે વિદેશપ્રવાસમાં જતાં પહેલાં પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનો જુસ્સો વધારવા માટે તેમને વાઘા બોર્ડર પર લઈ જવાયા હતા. પાકિસ્તાનમાં પણ કેટલાક લોકો સોશ્યલ મીડિયામાં હસન અલીની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેની આ ચેષ્ટાની મજાક ઉડાડી રહયા છે. ભારતીય યુઝર તેના આ હરકતને કાર્ટૂન સમાન ગણાવી રહયા છે.

(3:44 pm IST)