Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે પર જાતીય સતામણીનો આરોપ

બરોડા ક્રિકેટ એસોસીએશન કમીટી બનાવશે

નવીદિલ્હીઃ ભૂતપૂર્વ ઈન્ડિયન ક્રિકેટર અતુલ બેદાડે પર બરોડા વિમેન્સ ટીમના પ્લેયરોએ જાતીય સતામણીનો આરોપ મૂકયો છે જેના લીધે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ફેબ્રુઆરી ૨૦૨૦માં હિમાચલ પ્રદેશ અને બરોડા  સિનિયર વિમેન્સ ટીમ વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટ દરમ્યાન અતુલે કરેલા ખરાબ વ્યવહારની ફરિયાદ બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ને કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં વધારે પૂછપરછ કરવા માટે બીસીએની અપેકસ કમિટી એક નવી પૂછપરછ કમિટી  બનાવશે.

અતુલે ભારતીય ટીમ માટે ૧૯૯૪માં ૧૩ વન-ડે મેચ રમી હતી. જોકે અતુલે પોતાનો પક્ષ મૂકતા તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.

(3:49 pm IST)