Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આઈસીસી વનડે મહિલા રેકિંગમાં ભારતીય ખેલાડીનું સ્થાન યથાવત

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરોના વનડે રેન્કિંગમાં ભારતની સ્મ્રિતિ મંધાનાએ બેટસવિમેન્સમાં અને ઝુલન ગોસ્વામીએ બોલરોમા ટોચનુ સ્થાન જાળવી રાખ્યું હતુ. જ્યારે આઇસીસીની વન ડે ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમોએ ટોચના બે સ્થાન પર પ્રભુત્વ જમાવ્યું છે, જ્યારે ભારતની ટીમને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. સ્મ્રિતિ મંધાનાએ બેટીંગ લીસ્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ. વન ડે બેટીંગ રેન્કિંગમાં ટોચના પાંચમાં કોઈ ફેરફાર થયો હતો. ઓસ્ટ્રેલિયાની એલીસ પેરી ટોચના ક્રમે છે. જ્યારે ન્યુઝીલેન્ડની એમી સેટ્ટરવેઈટ બીજા સ્થાને છે. ત્રીજો ક્રમ ભારતની મિતાલી રાજને મળ્યો છે. વિન્ડિઝની કેપ્ટન સ્ટેફાની ટેલર ચોથા સ્થાને છે. વન ડે બોલર્સ રેન્કિંગમાં ભારતની ઝુલન ગોસ્વામીનો દબદબો છે. જે પછી  ઓસ્ટ્રેલિયાની જેસ જોન્સન બીજા ક્રમે છે. જે પછી અનુક્રમે પાકિસ્તાનની સના મીર, ઓસ્ટ્રેલિયાની મેગન શટ્સ અને શિખા પાંડે સ્થાન ધરાવે છે. મેન્સ ક્રિકેટમાં આઈસીસી આગામી દિવસોમાં જે વન ડે ચેમ્પિયનશીપ અમલમાં મુકવા જઈ રહી છે, તે વિમેન્સ ક્રિકેટમાં અમલી બની ચૂકી છે. આઇસીસી વિમેન્સ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માત્ર ૧૨ મેચ રમીને ૨૨ પોઈન્ટ્સ સાથે ટોચના ક્રમે છે. તેઓ વિમેન્સ વન ડે વર્લ્ડકપમાં ક્વોલિફાય થવાના આરે છે. ઈંગ્લેન્ડની ટીમના ૧૫ મેચોમાં ૧૮ પોઈન્ટ્સ છે. જ્યારે ભારત ૧૫ મેચોના અંતે ૧૬ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્મે છે. 

(6:35 pm IST)