Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

IPL મુંબઇ, બેંગ્લોર અને ચેન્નઇ વચ્ચે કાંટાની ટકકર જોવા મળશે

મુંબઇ, તા.૨૩: ધનાધન ક્રિકેટ એટલે આઇપીએલ. આઇપીએલને સટોડિયાઓની ટુર્નામેન્ટ પણ કહેવાય છે. પંજાબ, ચેન્નઇની ટીમના ક્રિકેટરો જે રીતે સટ્ટાના જાળમાં ફસાયા અને પ્રતિબંધ સુધીની સજાનો સામનો કરવો પડયો એનાથી તેની ઉપર બુકીઓની પકડ હોવાના પુરાવા મળ્યા હતાં. રોમાંચ, રોમાંસ અને રોકડાની રેલમછેલ વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટની દરેક મેચ ઉપર કલ્પના ન કરી શકાય એટલો સટ્ટો રમાય છે. સાડા ત્રણ કલાકની મેચમાં અરળોખર્વો રૂપિયાની હારજીત થઇ જાય છે. અન્ય દેશોમાં રમાતી કાઉન્ટી ક્રિકેટ કરતાં ભારતની આ ટુર્નામેન્ટ સટ્ટો રમનારા અને રમાડનારા બંનેમાં ફેવરિટ છે. ફિકસીંગના આરોપો બાદ પ્રતિબંધનો સામનો કરી ચૂકેલી ચેન્નઇ સુપરકિંગ સાથે વિરાટ કોહલીના કપ્તાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે પહેલી મેચ રમાશે. આઇપીએલની આ પ્રારંભિક મેચ રમાશે. આઇપીએલની આ પ્રારંભિક મેચમાં સટ્ટાબજાર ચેન્નઇ સુપરકિંગને જીતાડી રહ્યું છે. ચેન્નઇનો ભાવ ૮૦ પૈસા તો બેગ્લોરનો ભાવ ૧.૨૦ રૂપિયા ચાલી રહ્યો છે. ટુર્નામેન્ટ વિજેતા તરીકે મુંબઇ, બેંગ્લોર અને ચેન્નઇ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે એવું સટ્ટાજારનું કહેવું છે.

(3:42 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્ણાટકની દક્ષિણ બેંગાલુરૂની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તેવા સંકેતો ભાજપ હાઈ કમાંડે આપ્યાનું જાહેર થયું છે : ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ડો. મુરલીધર રાવે કર્ણાટક ભાજપ નેતાઓને જરૂરી તૈયારીઓ માટે એલર્ટ કરી દીધાનું જાહેર થયું છે : નરેન્દ્રભાઈ તેમની પરંપરાગત વારાણસીની બેઠક ઉપરાંત હવે બીજી બેઠક દક્ષિણ ભારતમાંથી લડશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે : આ પહેલાની ચૂંટણી નરેન્દ્રભાઈ વારાણસી ઉપરાંત બરોડાથી લડયા હતા અને રેકર્ડબ્રેક માર્જિનથી ચૂંટાયા હતા : આઆ વખતે નરેન્દ્રભાઈ રાજકોટથી લડશે તેવી પણ ભારે ચર્ચા હતી access_time 12:58 am IST

  • યુપીમાં ભાજપ મોટા ઓપરેશનની તૈયારીમાં : રાહુલની નિકટતા જીતીનપ્રસાદ ભાજપમાં :અમુક મોટા માથાઓને ભાજપ તરફ ખેડવી કોંગ્રેસ, સપા, બસપાને મોટો ફટકો મારવાના પ્રયાસો : યુપીનું પરિણામ નવી સરકારની રચનામાં નિર્ણાયક access_time 3:58 pm IST

  • ગુજરાત કેડરના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર શ્રી એસ. કે. મહેતાની કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂંક થઈ છે. access_time 10:01 pm IST