Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગયા વર્ષે IPLમાં કેમ ન રમ્યો એનો જવાબ ભારતીય ક્રિકેટ બોર્ડ જ આપી શકે : સ્મિથ

સ્મિથ ઉપરનો પ્રતિબંધ ૨૯મી માર્ચે પૂરો થઈ રહ્યો છે

બોલ-ટેમ્પરિંગ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર આઈપીએલ રમવા માટે ગયા વર્ષે પ્રતિબંધ મૂકયો હતો. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્મિથે કહ્યું હતું કે આમ શા માટે કરવામાં આવ્યું હતું એનો જવાબ ભારતીય ક્રિકેટ બોર્ડ જ આપી શકે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેમના પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકયો હતો, પરંતુ તેઓ આઈપીએલ જેવી ડોમેસ્ટિક ક્રિકેટ રમી શકતા હતા. સ્મિથ પર મૂકવામાં આવેલો એક વર્ષનો પ્રતિબંધ ૨૯ માર્ચે પૂરો થશે. જોકે તે ૨૫ માર્ચે રમાનારી રાજસ્થાનની પહેલી મેચ માટે પણ ઉપલબ્ધ છે. જોકે તેની કોણીની ઈજા પર બધું નિર્ભર છે.

જયપુરમાં યોજાયેલા જર્સી લોન્ચિંગના પ્રસંગે કહ્યું હતું કે હું ગયા વર્ષે તમામ મેચો રમી શકું એવી સ્થિતિમાં હતો, પરંતુ મને કેમ રમવા ન દેવાયો એનો જવાબ ભારતીય ક્રિકેટ બોર્ડ જ આપી શકે. હું ફરીથી મેદાન પર વાપસી કરવા માટે આતુર છું. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી માટે પણ સ્મિથ આ ટુર્નામેન્ટમાં સારૃં પ્રદર્શન કરવા માગશે.

(3:42 pm IST)