Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બોલો લ્યો, ભારતીય ટીમ આર્મી કેપ પહેરી મેચ રમ્યા તેમાં પણ પાકિસ્તાનને મરચા લાગ્યા

આઈપીએલનું પ્રસારણ પાકિસ્તાનમાં નહિં થાય : હુમલા વખતે ભારતે પણ બેન મૂકયો'તો

ભારતમાં આજથી શરૂ થઈ રહેલી આઈપીએલ ટુર્નામેન્ટનું પાકિસ્તાનમાં પ્રસારણ કરાશે નહીં એમ પાકિસ્તાન સરકારે ે નિર્ણય લીધો છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણપ્રધાન ફવાદ ચૌધરીએ આ પ્રકારનો આદેશ આપતાં સ્થાનિક ન્યુઝ-ચેનલને જણાવ્યું હતું કે પાકિસ્તાન આઈપીએલનું પ્રસારણ કરવા મંજૂરી નહીં આપે.

પુલવામા હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનોની શહીદીને પગલે ભારતે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સુપર લીગ ૨૦૧૯નું પ્રસારણ અટકાવ્યું હતું. આ ઉપરાંત સુપર લીગનો પ્રસારણ સોદો કરનારી કંપની ત્પ્ઞ્-રિલાન્યસે પણ ટુર્નામેન્ટમાંથી પોતાની હિસ્સેદારી પાછી ખેંચી લીધી હતી. ચૌધરીએ આ વિશે ટીકા કરતાં જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટર્સે ઓસ્ટ્રેલિયા સામેની રાંચીમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં લશ્કરની કેપ પહેરી હતી. અમે ક્રિકેટ અને રાજકારણને અલગ રાખવા પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ આર્મી કેપ સાથે મેચ રમી હતી. આ કૃત્ય બદલ તેમની સામે કોઈ પગલાં પણ લેવાયાં નહોતાં.

(3:38 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબુબા મુફ્તીએ લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મહેબુબાએ શનિવારે કહ્યું કે તેઓ અનંતનાગ સંસદીય મતદારક્ષેત્રથી ચૂંટણી લડશે. આ પહેલા, પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ તેમની પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાણ થવાની વાતને નકારી દિધી હતી. પીડીપીએ આજે ​​બે ઉમેદવારો નામોની જાહેરાત કરી હતી જેમાં એક મહેબુબા મુફ્તી , જ્યારે બીજા શ્રીનગરથી અગા મોહસીન છે. access_time 8:18 pm IST

  • ભારતના પહેલા લોકપાલ તરીકે જસ્ટીસ પિનાકી ચંદ્ર ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ ગ્રહણ કરાવેલ access_time 11:31 am IST

  • ઉમા ભારતી ચૂંટણી નહિં લડે : કેન્દ્રીય કેબીનેટ મંત્રી ઉમા ભારતીએ અમિત શાહને પત્ર લખી જણાવ્યંુ દોઢ વર્ષ સુધી ચૂંટણી નહિં લડે : પક્ષ આ પ્રસ્તાવનો સ્વીકાર કરે તેવી માંગ તેઓએ ઉઠાવી : સંગઠન માટે કામ કરવા તત્પરતા બતાવી access_time 5:31 pm IST