Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ધબડકો

નવી દિલ્હી: ટ્રેન્ટ બાઉલ્ટે ૩૨ રનમાં અને સાઉથીએ ૨૫ રનમાં વિકેટ ઝડપતાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો અત્યંત શરમજનક ધબડકો થયો હતો અને તેમની આખી ટીમ માત્ર ૫૮ રનમાં ખખડી ગઈ હતી. ઈંગ્લેન્ડે સાથે છેલ્લા નવ વર્ષના લોએસ્ટ સ્કોરનો નાલેશીભર્યો રેકોર્ડ સર્જ્યો હતો. એક તબક્કે ઈંગ્લેન્ડનો સ્કોર ૨૩/ થઈ જતાં તેઓ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસના સૌથી લોએસ્ટ ૨૬ રનના સ્કોરને તોડી નાંખશે તેવું લાગતું હતુ, પણ કારકિર્દીની ત્રીજી ટેસ્ટ રમી રહેલા અને ૯માં ક્રમે ઉતરેલા ઓવરટને અણનમ ૩૩ રન ફટકારીને ટીમને ઘોર નાલેશીમાંથી ઉગારી લીધી હતી. પછી ન્યુઝીલેન્ડે કેપ્ટન વિલિયમસનની નોટઆઉટ ૯૧ રનની ઈનિંગને સહારે પ્રથમ દિવસની રમતના અંતે ત્રણ વિકેટે ૧૭૫ રન કર્યા હતા

(4:57 pm IST)