Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ટેસ્ટમાં ૪૦૦ વિકેટ પૂરી કરનાર સૌથી યુવા બોલર બન્યો બ્રોડ

૪૦૦ વિકેટ લેનાર વિશ્વનો પંદરમો બોલર છે. તેના પહેલા વિશ્વના ૯ ફાસ્ટ બોલરો અને પાંચ સ્પિનર્સ આ સિદ્ધિ મેળવી ચૂકયા છે. ૩૧ વર્ષનો બ્રોડ આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. બ્રોડે ૩૧ વર્ષ ૨૧૭ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. અગાઉ સૌથી ઓછી ઉંમરમાં ૪૦૦ ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેનના નામે હતો.

(1:04 pm IST)