Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ISSF World Cup 2019: અપૂર્વી ચંદેલાએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો

 

નવી દિલ્હી વિશ્વ કપમાં અપૂર્વી ચંદેલા 10 મીટર એર રાઇફલ ગોલ્ડ જીતી, ભારતની અપૂર્વી ચંદેલાએ આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં વિશ્વ વિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો  હતો .

  અપૂર્વીએ 252.9 પોઈન્ટ નવો વિશ્વ વિક્રમ સાથે સ્વર્ળ પદકમાં નામ કરી લીધુ. સાથે તે ઇવેન્ટમાં અંજલિ ભાગવત પછી ગોલ્ડ જીતનાર બીજી ભારતીય શૂટર બની ગઈ છે. ચંદેલાએ ગત વર્ષે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2020માં યોજાનાર ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી હતી.

2015 માં ચેંગવૉનમાં યોજાયેલા આઇએસએસએફ વર્લ્ડ કપમાં અપુર્વીએ રજત ચંદ્રક જીત્યા હતા. ગ્લાસગોએ કોમનવેલ્થ ગેમ્સ 2014 માં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને 2014 માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી હતી. 2018 ઝારકાટ એશિયાઈ ગેમ્સમાં, તેમણે રવી કુમાર સાથે મિશ્ર ટીમમાં 10 મીટર એર રાઇફલમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

પહેલા તે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ચોથા નંબરે રહી હતી.ક્વોલિફિકેશનમાં તેણે 629.3 પોઇન્ટ મેળવ્યા હતા. પ્રથમ ત્રણ સ્થાનો ઉપર સિંગાપુરની હો જી, ચીનની જૂ યિગજી અને જાઓ રુઝુ રહી હતી. રુઝુએ ક્વોલિફિકેશનનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઇવેન્ટમાં અંજમ 12માં અને એલવેનિલ 30માં સ્થાને રહી હતી. અપૂર્વીનો ત્રીજો વર્લ્ડ કપ મેડલ છે.

(11:57 pm IST)