Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

આઈપીએલ મેચમાં ખરાબ ટેક્નિકલ ટેવ શીખશો નહિ, સતર્કતાથી કાર્યભાર સાંભળજો :વિરાટ કોહલીની શીખ

વિશ્વકપમાં જનારા ખેલાડીઓને સુકાનીએ આપી સલાહ

 

મુંબઈ :આઈપીએલ દરમ્યાન ખરાબ ટેકનિકલ ટેવ શીખે નહીં અને સતર્કતાથી કાર્યભાર સંભાળે. તેમણે સાથે એવુ પણ કહ્યું છે કે આમ કરવા માટે 23 માર્ચથી શરૂ થઇ રહેલી લીગમાં જો જરૂર હોય તો મેચમાંથી આરામ પણ લઈ શકો છો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ  વિશ્વ કપમાં જનારા ખેલાડીઓને મુજબ ની સલાહ આપી છે

સાત અઠવાડિયા સુધી ચાલતી લીગ 12 મેના રોજ સમાપ્ત થશે અને ભારતીય ટીમ તેના 23 દિવસ બાદ સાઉથમ્પટનમાં પાંચ જૂને દક્ષિણ આફ્રિકાની સામે વિશ્વ કપની પ્રારંભિક મેચ રમશે. કોહલીએ ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ ટી-20 મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, ‘તેમણે નક્કી કરવુ પડશે કે તેમની રમત વન-ડેના હિસાબ મુજબ વધારે ખસકે નહીં. જેનો અર્થ થાય છે કે આપણે ખરાબ ટેવથી સંતર્ક રહેવુ પડશે, જે આઈપીએલ દરમ્યાન સામેલ થઇ શકે છે.’

(10:48 pm IST)