Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો :માત્ર 20 ઓવરમાં ફટકાર્યા 278 રન: ટી -20માં સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

હઝરતુલ્લાહ ઝઝાઈએ 62 બોલમાં અણનમ 162 રન ઝૂડ્યા :11 ફોર અને 16 સિક્સર લગાવી રેકોર્ડ સર્જ્યો

 

અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો છે અને ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આયરલેન્ડ સામે દેહરાદુનમાં રમાયેલી બીજી આંતરરાષ્ટ્રીય ટી-20માં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 3 વિકેટે 278 રન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

અફઘાનિસ્તાને ટી-20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો રેકોર્ડ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયા અને આરસીબીના નામે ટી-20 ક્રિકેટમાં 263 રનનો રેકોર્ડ હતો.

અફઘાનિસ્તાન તરફથી હઝરતુલ્લાહ ઝઝાઈએ 62 બોલમાં અણનમ 162 રન બનાવ્યા હતા. તેણે 11 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. ઉસ્માન ગનીએ 48 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 73 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 236 રનની ભાગીદારી નોંધાવી હતી

આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ઝઝાઈએ બીજો વ્યક્તિગત બેસ્ટ સ્કોર નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ 172 રન સાથે પ્રથમ ક્રમાંકે છે

ઝઝાઈએ એક ઇનિંગ્સમાં 16 સિક્સર ફટકારી રેકોર્ડ નોંધાવ્યો છે. પહેલા ટી-20માં એક ઇનિંગ્સમાં સૌથી વધારે 14 સિક્સરનો રેકોર્ડ એરોન ફિન્ચના નામે હતો

(9:49 pm IST)