Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડે આપી 66 રનથી કરી પરાસ્ત

નવી દિલ્હી: સીનિયર પ્લેયર હરમનપ્રીતની ગેરહાજરીમાં રમવા ઉતરેલી ભારતની મહિલા ટીમે પ્રથમ વન ડેમાં વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૬૬ રનથી હરાવ્યું હતુ. જેમીમા રોડ્રિગ્યુઝે ૪૮ અને કેપ્ટન મિતાલી રાજે ૪૪ રનની મહત્વની ઈનિંગ રમતાં ભારતે ૪૯.૪ ઓવરમાં ૨૦૨ રન કર્યા હતા. એકતા બિસ્તે ચાર વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડની પ્રવાસી ટીમ ૪૧ ઓવરમાં માત્ર ૧૩૬ રનમાં જ ખખડી ગઈ હતી. એકતા બિસ્તને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. જેમીમા રોડ્રિગ્યુઝ (૪૮) અને સ્મ્રિતિ મંધાના (૨૪)ની જોડીએ ૬૯ રનની ભાગીદારી કરી હતી. જોકે ત્યાર બાદ ભારતનો મીની ધબડકો થતાં ટીમ ૬૯/૦ પરથી ૯૫/૫ પર આવી ગઈ હતી. જોકે મિતાલીએ તાન્યા ભાટિયા સાથે છઠ્ઠી વિકેટમાં ૫૪ રનની ભાગીદારી કરી હતી. ભાટિયાએ ૨૫ અને ઝુલન ગોસ્વામીએ ૩૦ રન ફટકારતાં ભારતે ૪૯.૪ ઓવરમાં ૨૦૨નો સ્કોર કર્યો હતો. 

(6:06 pm IST)