Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ઓસ્ટ્રેલિયન મહિલા વિકેટકીપર એલિસા હીલીએ ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર એલિસા હીલીએ ઇતિહાસ રચ્યો છે. હીલીએ 82.5 મીટર ઊંચી બોલને કેચ કરી નવો ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગિનીસ બુકના અધિકારીઓની સામે આ સફળતાની નોંધણી કરવામાં આવી છે. 2018માં આઇસીસી ટી-20 ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યરનું ટાઇટલ જીતી ગયેલ એલિસાએ તેના ત્રીજા પ્રયાસમાં આટલી ઊંચી બોલ કેચ કરી હતી. આની પહેલાનો રેકોર્ડ 62 મીટરનો હતો. જે ક્રિસ્ટન બોમગાર્ટનરના નામે હતો. તેમણે યુકેમાં 2016માં આ રેકોર્ડ બનાવ્યો હતો. તે જ વર્ષે પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનાસિર હુસૈને 49 મીટર ઉંચી બોલ કેચ કરી હતી. એલિસાએ 64 મીટરની ઉંચાઇથી શરૂઆત કરી હતી. તેમણે બીજા પ્રયાસમાં 64 મીટર ઉંચાઈની બોલકેચ કરી હતી. તેના પછી તેમણે ઉંચાઈ વધારવાની શરૂઆત કરી હતી. તેના પછી પ્રથમ પ્રયત્નમાં જ 72.3 મીટરની બોલને કેચ કરી હતી. ઉલ્લેખનિય છે કે એલિસાને ક્રિકેટ વારસામાં મળી છે. અને તે પણ ગલ્બ વર્ક. એલિસા ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર ઇયાન હીલીની ભત્રીજી છે. એટલું જ નહિં ઓસ્ટ્રેલિયાની ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક તેમના પતિ છે.

 

 

(6:05 pm IST)