Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ક્રિકેટને પણ ઓલંપિકનો ભાગ બનાવવો જોઇએ: સચિન

નવી દિલ્હી: ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશને લઇ કેટાલાય સમયથી માગ ઉઠી રહી છે. વિરેન્દ્ર સહવાગ સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ બાબતે રજૂઆત કરી છે કે ક્રિકેટને પણ ઓલંપિકનો ભાગ બનાવવો જોઇએ. જ્યારે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિને પણ ક્રિકેટને ઓલિમ્પિકનો ભાગ બનાવવા પર સમર્થન આપ્યું છે. મંગળવારે એક નિવેદનમાં સચિને જણાવ્યું હતું કે હવે આ રમતા ઘણા બધા અલગ-અલગ પ્રકાર છે અને આ રમતને ખેલ મહાકુંભનો ભાગ બનવાની સાથે જે આખી દુનિયામાં આ રમતને પ્રોત્સાહન મળશે. જો ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવું હોય તો અન્ય ટીમને પણ તૈયારી માટે પુરતો સમય આપવો જોઇએ. દુનિયાની ઘણી રમતો પ્રમાણે આ રમતમાં પણ અલગ-અલગ પ્રકાર છે જેમકે વન-ડે, ટી-20 અને ટી-10 અને જો આ રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે તો કદાચ તે સમય સુધીમાં પાંચ ઓવરની રમત પણ ચાલુ થઇ જાય, પરંતુ એક ક્રિકેટર તરીકે મને લાગે છે કે આ રમત ઓલંપિકમાં હોવી જોઇએ અને હું પણ ક્રિકેટને ઓલિમ્પિકમાં જોવા માંગુ છું.વધુમાં ક્રિકેટરે જણાવ્યું હતું કે એક ક્રિકેટર તરીકે મારું માનવું છે કે આ રમતનું વૈશ્વીકરણ થવું જોઇએ. હું રિયો ઓલિમ્પિકમાં ગયો હતો અને ત્યાં આઇસીઓ અધ્યક્ષ થામસ બાક સાથે ચર્ચા કરી હતી કે મારું માનવું છે કે ક્રિકેટનો સમાવેશ ઓલંપિકમાં થવો જોઇએ.

(6:45 pm IST)