Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ટેકસ ચોરીના વિવાદમાં રોનાલ્ડોને ૨૩ મહિનાની કેદ છતાં ફૂટબોલ રમતો રહેશે

સ્પેનમાં બે વર્ષની સજામાં આરોપીને જેલમાં જવુ પડતુ નથી, કોર્ટમાં હાજર રહેવું પડશે

પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડોને મેડ્રીડની લોકલ કોર્ટે ૨૦૧૧-'૧૪ દરમિયાન ટેકસચોરીના એક કેસમાં ૫૭ લાખ યુરો એટલે કે ૪૬, ૧૪,૨૦,૭૦૦ રૂપિયાના ટેકસચોરીના આરોપસર ૧.૮૮ યુરો એટલે કે ૧,૫૨,૧૮,૧૨,૦૮૧ રૂપિયાનો દંડ અને ૨૩ મહિનાની કેદની સજા ફરમાવી હતી. જો કે તેણે જેલમાં રહેવાની જરૂર નહિં પડે, કારણ કે સ્પેનમાં સામાન્ય રીતે બે વર્ષની સજામાં આરોપીને જેલમાં નથી રાખવામાં આવતો. તેણે કોર્ટ સામે હાજર થવું પડશે.

(3:32 pm IST)