Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

નડાલ અને કિવટોવાની આગેકૂચ

સિટસિપાસ અને કોલીન્સ પણ પહોંચ્યા ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઈનલમાં

સ્પેનના રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાની આગેકૂચ ચાલુ રાખતા ૧૮મા ગ્રેન્ડ સ્લેમ જીતવા તરફ આગળ વધ્યો હતો તો ચેક રિપબ્લિકની મહિલા ખેલાડી પેટ્રા કિવટોવા પોતાના પર ચાકુ વડે થયેલા હુમલા બાદ પહેલી વખત કોઈ ગ્રેન્ડ સ્લેમની સેમી ફાઈનલમાં પહોંચી છે. ગ્રીકના સ્ટેફાનોસ સીટસીપાસ અને ડેનિયલ કોલીન્સ પણ સેમી ફાઈનલમાં પહોંચ્યા છે. નડાલે કવોર્ટર ફાઈનલમાં અમેરીકાના ફ્રાન્સીસને ૬-૩, ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો. પેટ્રા કિવટોવાએ ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીને ૬-૧, ૬-૪થી હરાવી હતી.(૩૭.૮)

 

(3:29 pm IST)