Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

2007માં ટી - 20 વર્લ્ડકપ જીતાડનાર ખેલાડી કરી રહયો છે સલામ લાયક કામ

ફાઇનલના હીરો એવા આ ક્રિકેટરે જિંદગીની બાજીને પણ જીતી છે :દાયકાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર

ભારતીય ક્રિકેટ ટીમને બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ દરેક ક્ષેત્રમાં મજબૂત ગણવામાં આવે છે. ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં કેટલાક ખેલાડીઓ એવા હોય છે જેમના યોગદાનની ચર્ચા ક્રિકેટ જગતમાં દરેક સમયે થાય છે.આવો જ એક ખેલાડી છે જોગિન્દર શર્મા આ તે ખેલાડી જેના પર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2007ના ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં છેલ્લી ઓવર આપી હતી. ધોનીના આ પગલાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. જોગિન્દરે પોતાની બોલિંગથી પાકિસ્તાની ટીમને જીતવા માટે જરૂરી રન ન કરવા દીધા અને ફાઈનલનો હીરો બની ગયો હતો. આ વર્લ્ડ કપ જીતાડ્યા બાદ આજ સુધી તેને ભારતીય ટીમમાં ફરી જગ્યા મળી નથી પરંતુ શું તમને ખબર છે કે હાલમાં આ ખેલાડી શું કામ કરે છે?

     2001માં ક્રિકેટિંગ કરિયરની શરૂઆત કરનારો જોગિન્દર શર્મા અત્યારે હરિયાણા પોલિસમાં ડીએસપી તરીકે નોકરી કરે છે. 2007 બાદ જોગિન્દર શર્મા આંતરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. લગભગ સાડા આઠ વર્ષથી જોગિન્દર સંપૂર્ણ રીતે પોલીસ ખાતામાં પોતાની ડ્યૂટી નિભાવી રહ્યો છે.

    2011માં એક અકસ્માત થયો હતો. જેમાં જોગિન્દરના માથા પર ઈજા પહોંચી હતી અને ડોક્ટરોએ આશા છોડી દીધી હતી. પરંતુ જોગિન્દરે હાર ન માની અને જિંદગીને જીતી લીધી

(8:00 pm IST)