Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

10 દિવસ પહેલા દક્ષિણ આફ્રિકા આવી જવાનું હતું: રવિ શાસ્ત્રી

નવી દિલ્હી:ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આખરે કબૂલાત કરી છે કે દક્ષિણ આફ્રિકા વહેલા આવી ગયા હોત તો અમને ફાયદો થાત. આ ઉપરાંત બંને ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં કરવામાં આવેલા ફેરફારોને પણ શાસ્ત્રીએ યોગ્ય ગણાવ્યા છે.  શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, 'દક્ષિણ આફ્રિકામાં કંગાળ દેખાવ માટે અમે ક્યારેય પિચનું બહાનું બતાવવાના નથી. બંને ટીમ એક જ પિચ પર રમી હોવાથી તેને જવાબદાર ઠેરવી શકાય નહીં. પરંતુ એક વાત ચોક્કસપણે કબૂલીશ કે અમે દક્ષિણ આફ્રિકા ૧૦ દિવસ અગાઉ જ આવી ગયા હોત તો ફાયદો થાત.  પરંતુ હવે આગામી પ્રવાસ વખતે તૈયારીનો પૂરતો સમય મળી રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. બંને ટેસ્ટમાં ભારતને વિજયની તક હતી પરંતુ તેને ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા. '

 

 

(4:40 pm IST)