Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

આંતરરાષ્ટ્રીય બેડમીંટન ફેડરેશનના વ્યસ્ત કાર્યક્રમની સાયના નહેવાલે ઝાટકણી કાઢી

નવી દિલ્હી:ભારતીય બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે આંતરરાષ્ટ્રીય બેડમિંટન ફેડરેશને જાહેર કરેલા અત્યંત વ્યસ્ત કાર્યક્રમની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, આ પ્રકારનો કાર્યક્રમ ટોચના ખેલાડીઓ માટે ચિંતાજનક છે. સતત રમતાં રહેવાના કારણે ખેલાડીને ઈજા થઈ શકે છે અને હાલના કાર્યક્રમ અનુસાર ખેલાડીને ઈજામાંથી સાજા થવાની તક મળે તેમ નથી.
સાયના નેહવાલે આ પ્રકારની કોમેન્ટ એટલા માટે કરવી પડી છે, કારણ કે વર્લ્ડ બેડમિંટન ફેડરેશને ટોચના ખેલાડીઓ માટેના નિયમોને વધુ કડક બનાવ્યા છે. વર્લ્ડ બેડમિંટન ફેડરેશને આદેશ કર્યો છે કે, સિંગલ્સમાં ટોચના ૧૫માં સ્થાન ધરાવતા ખેલાડીઓએ વર્ષમાં ઓછામાં ઓછી ૧૨ ટુર્નામેન્ટ તો રમવી જ પડશે. આ નિયમ ટોચની ૧૦ ડબલ્સ જોડીઓ પર પણ લાગુ પડશે. જો કોઈ ખેલાડી કે જોડી આમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને દંડ ફટકારવામાં આવશે.

(7:28 pm IST)