Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પુછડીયા બેટરોના શાનદાર પ્રદર્શનથી મોટો જુમલો ખડકવામાં સફળ રહયાઃ રોહીત

મેન ઓફ ધ સિરીઝ બનેલા રોહીતે અક્ષર પટેલ, દિપક ચહર, હર્ષલ પટેલની બોલીંગની પ્રશંસા કરીઃ ન્યુઝીલેન્ડના કેપ્ટને કહ્યું ભારતને તેની ઘરની ઉંપર હરાવવું મુશ્કેલ છે : ટી-૨૦માં ટીમ ઇન્ડિયાની કલીનસ્વીપઃ હવે ૨૫મીથી ટેસ્ટ સિરીઝ ઉંપર નજર

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ કલીન સ્વીપ કર્યા બાદ રોહીત શર્માએ કહ્યું કે અંતિમ મેચમાં આઠમાં અને નવમાં ક્રમના બેટરના શાનદાર પ્રદશનથી મોટો જુમલો ખડકવામાં સફળ રહી હતી.
 આવી સ્થિતિમાં, પૂંછડીયા બેટ્રોએ ઉંપયોગી યોગદાન આપ્યું હતું અને છેલ્લી પાંચ ઓવરમાં ૫૦ રન ઉંમેર્યા હતા. જેના લીધે ભારતે સાત વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા અને પછી ન્યુઝીલેન્ડને ૧૧૧ રનમાં આઉંટ કરી દીધું હતું.  રોહિતે મેચ બાદ કહ્યું, અમે મધ્યમ ઓવરોમાં સારું પ્રદર્શન કરી શક્યા હોત પરંતુ અમારા નીચલા ક્રમના બેટ્રોએ જે રીતે બેટિંગ કરી તેનાથી હું ખુશ છું.
 રોહીતે  કહયું જો તમે વિશ્વભરની ટીમો પર નજર નાખો તો તેમની પાસે નીચલા ક્રમમાં પણ સારા બેટ્ર છે.  આઠમા અને નવમા નંબરના બેટ્સમેન મહત્વની ભૂમિકા ભજવી શકે છે.  જ્યારે હર્ષલ પટેલ હરિયાણા માટે રમે છે, ત્યારે તે તેમના માટે ઇનિંગ્સ ખોલે છે.  આપણે દીપક ચહર વિશે જાણીએ છીએ કે તેણે શ્રીલંકામાં શાનદાર બેટિંગ કરી હતી.
આ સિરીઝમાં ૧૫૯ રન  મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયેલા રોહિતે કહ્યું કે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ સારી શરૂઆત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી.   જ્યારે પણ હું બેટિંગ કરું છું ત્યારે મારું ધ્યાન સારી શરૂઆત કરવા પર હોય છે.  એકવાર તમે પીચની સ્થિતિ જાણી લો અને પરિસ્થિતિઓને સમજો, પછી તમે જાણો છો કે બેટ્ર તરીકે તમારે શું કરવાની જરૂર છે.
ન્યૂઝીલેન્ડના સ્ટેન્ડ-ઇન કેપ્ટન મિચેલ સેન્ટનરે ભારતને જીત માટે લાયક ગણાવ્યું હતું  અને કહયું  ભારતે ખરેખર સારું પ્રદર્શન કર્યું.  તેણે શરૂઆતમાં ખૂબ જ સારી બોલિંગ કરી અને તેથી તેનો શ્રેય તેને જાય છે. અમારી ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી.  અમે ભારતની ઘણી સારી ટીમનો સામનો કર્યો.  ભારતને તેમની ધરતી પર હરાવવું મુશ્કેલ છે અને તે આ શ્રેણીમાં દેખાઈ આવ્યું છે.
  તેણે કહ્યું, કેન વિલિયમ્સન એક મહાન બેટ્સમેન છે, અમે તેની ખોટ સાલી હતી.  હવે ટેસ્ટ મેચ છે અને અન્ય ખેલાડીઓને તક મળશે પરંતુ ભારતને હરાવવું ઘણું મુશ્કેલ છે.  અક્ષર પટેલે નવ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.  તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અક્ષરે કહ્યું, હું હવે બેટ્સમેનોના મનને વાંચવાનો પ્રયાસ કરી રહ્યો છું.  વિકેટ પણ મદદ કરી રહી હતી, તેથી આજે મેં બોલ પણ ફેરવ્યો હતો.  આ વર્ષની શરૂઆતમાં મેં સારું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને પછી આઈપીએલ સારી ચાલી હતી.  હવે મારી નજર ટેસ્ટ શ્રેણી પર છે.

 

(11:19 am IST)