Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

સ્પોટર્સ ફીક્સિંગમાં પકડાયેલા શ્રીસંત ક્રિકેટમાં ફરી કરશે વાપસી

વર્ષ 2013માં સ્પોટર્સ ફીક્સિંગના આરોપમાં પ્રતિબંધિત થયા બાદ આ પ્રથમવાર તક

મુંબઈ : ભારતીય ટીમથી બહાર થઈ ચુકેલા ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંત ક્રિકેટના મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. તે પ્રેસિડેન્ટ ટી-20 કપથી વાપસી કરશે, જેનું આયોજન કેરલ ક્રિકેટ એસોસીએશન કરવાનું છે. વર્ષ 2013માં સ્પોટર્સ ફીક્સિંગના આરોપમાં પ્રતિબંધિત થવાને લઈને આ પ્રથમવાર તક હશે, જ્યારે શ્રીસંત પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરશે. આઈપીએલમાં સ્પોટર્સ ફીકસીંગને લઈને શ્રીસંત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં સાત વર્ષનો પ્રતિબંધ પુર્ણ થઈ ચુક્યો છે

   આ ટી-20 ટુર્નામેન્ટનું શિડ્યુલ હજુ નક્કી કરવામાં આવ્યુ નથી. કારણ કે કેરલ ક્રિકેટ એસોસિએશન હજુ સરકારી મંજૂરીની રાહ જોઈ રહ્યુ છે. એસોસિએશનના અધ્યક્ષે બતાવ્યુ છે કે ડ્રિમ 11 જ આ લીગની સ્પોન્સર હશે. કેરલ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સજન કે વર્ગીસે સ્પોર્ટસ સ્ટારને બતાવ્યુ હતુ કે, હા, બિલકુલ શ્રીસંત આ લીગમાં એક આકર્ષણ હશે. દરેક ખેલાડી એક જ બાયોબબલમાં રહેશે. અમે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ લીગ યોજવા માટે વિચારી રહ્યા છીએ. કેરલ સરકારની મંજૂરી સૌથી મહત્વની બાબત છે.

શ્રીસંત ઘણાં લાંબા સમયથી ક્રિકેટમાં વાપસી કરવા માટે પ્રયાસો કરી રહ્યો હતો. તેની પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ ઓગષ્ટ 2019માં સુપ્રીમ કોર્ટે તેને ઘટાડીને 7 વર્ષનો પ્રતિબંધ કરી દીધો હતો. શ્રીસંતને ક્યારેક ભારતીય ઝડપી બોલરનું ભવિષ્ય માનવામાં આવતો હતો. તેણે 2007ના પ્રથમ વર્લ્ડ ટી-20માં ભારતની જીતમાં મહત્વની ભુમિકા અદા કરી હતી. આ ઉપરાંત વર્ષ 2006માં પણ સાઉથ આફ્રીકામાં ટેસ્ટ મેચ દરમ્યાન એક મેચમાં જ આઠ વિકેટ ઝડપી હતી. જેમાં એક ઈનીંગમાં પાંચ વિકેટ સામેલ છે. ભારતે પ્રથમ વાર સાઉથ આફ્રીકામાં સીરીઝ ડ્રો કરી હતી. ભારત વતી 27 ટેસ્ટ, 53 વન ડે અને 10 ટી-20 મેચ રમી હતી. જેમાં તેણે ક્રમશઃ 87, 75 અને સાત વિકેટ ઝડપી હતી.

(12:02 am IST)