Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

અમદાવાદની એલાવેનિલ અને મનુ ભાકરે શુટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો

   મુંબઈ : ભારતની શૂટર મનુ ભાકર અને એલાવેનિલ વેલારિવને શૂટિંગ વર્લ્ડ કપના મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ચીનમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં 17 વર્ષની મનુએ 10 મીટર પિસ્ટલ ઈવેન્ટની ફાઈનલમાં રેકોર્ડ 244.70 સ્કોર કર્યો હતો. જ્યારે વેલારિવને 10 મીટર એર રાઈફલ ઇવેન્ટની ફાઈનલમાં 250.80 સ્કોર સાથે ગોલ્ડ મેળવ્યો હતો. પુરુષ વર્ગની 10 મીટર ઈવેન્ટમાં અભિષેક વર્મા અને સૌરભ ચૌધરીએ ફાઈનલ માટે ક્વોલિફાઈડ કરી લીધુ છે. અભિષેક 588 પોઇન્ટ સાથે મોખરાના સ્થાન પર રહ્યો છે , જ્યારે સૌરભને 581 પોઇન્ટ સાથે સાતમું સ્થાન મળ્યું છે.

   મહિલા વર્ગની 10મી ઈવેન્ટમાં સર્વિયાની જોરાના અરુનોવિચે 241.90 પોઇન્ટ સાથે સિલ્વર અને ચીનની કિયાન વાંગે 221.80 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે ભારતની યશસ્વિની સિંહ દાસવાલ ફાઈનલમાં છઠ્ઠા સ્થાન પર રહી હતી. 17 થી 23મી નવેમ્બર સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટમાં ભારતને આ પ્રથમ મેડલ મળ્યો છે

(10:14 pm IST)